નિષ્ફળતાથી કદી ન ડરો
નિષ્ફળતાથી કદી ન ડરો
કદર થાય કે ન થાય બસ કામકાજ કરો,
પીઠ પાછળ શું બોલે છે એ કાને ન ધરો,
મનોબળ દ્રઢ રાખો, ભલેને તકલીફો આવે,
થોડી ધીરજ રાખો, હૈયે તમે થોડી હામ ધરો,
કાંટા કાંકરા પથ્થર ભલેને આવે રાહમાં,
બસ લક્ષ્ય તમારું ઊંચું રાખી કામ કરો,
બહાર ઊભી છે મંઝિલ તારું સ્વાગત કરવા,
હૈયે થોડી ધીરજ અને થોડી આશા ભરો,
નિષ્ફળતા એ જ તો સફળતાની ચાવી છે,
મળે નિષ્ફળતા તો તમે ક્યારેય ન ડરો.
