STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

હૈયાની તિજોરીમાં સાચવી લઈએ

હૈયાની તિજોરીમાં સાચવી લઈએ

1 min
2

ખોવાયું છે તેને શોધી લઈએ,

કિંમતી બધું ફરી પામી લઈએ.


સંબંધો તો છે બેહદ કીમતી મોતી,

રિસાયા હોય એને મનાવી લઈએ.


જીદ અને વટ રાખીને શું ફાયદો ?

એકબીજામાં ઓતપ્રોત થઈ જઇએ.


લાગણીને હૈયામાં સાચવી લઈએ,

તારા મારાંનો ભેદ ભૂલી જઈએ.


એકમેકમાં ઓતપ્રોત થઈને આપણે,

હૈયાના હિંડોળે હિચકી લઈએ.


લાગણી તો કિંમતી ધન છે જીવનમાં,

હૈયાની તિજોરીમાં સાચવી લઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational