STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

કિસાને ધરા પર મહેનત વાવી છે

કિસાને ધરા પર મહેનત વાવી છે

1 min
12

કિસાને ધરતી પર મહેનત વાવી હોય છે,

એટલે જ આટલી ખુશાલી આવી હોય છે,


એના પર આધારિત હોય આપણું જીવન,

આપણી હરેક સમસ્યાની એ ચાવી હોય છે,


પરસેવે રેબઝેબ થઈ કરે કાળી મહેનત,

ત્યારે જ અનાજથી ખેતી સજાવી હોય છે,


દિવસ રાત મહેનત કરે છે આપણે કાજે,

ત્યારે જ પેટની ભૂખ સૌએ મિટાવી હોય છે,


ટાઢ, તડકો, વરસાદને વેઠે છે જગતનો તાત,

પોતાના બિરુદની કિંમત એને ચૂકવી હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational