STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Inspirational

3  

Dhanjibhai gadhiya "murali"

Inspirational

માનવી

માનવી

1 min
5

ગજબનો છે આ માનવી,

કોઈ હસે છે તો કોઈ રડે છે,

નથી ચિંતા કરતું કોઈની, 

મુજને સમજાતો નથી આ માનવી,


કોઈ બહારથી સજાજન દેખાય છે,

તો અંદરથી અલગ દેખાય છે,

અસલિયત ઓળખાતી નથી તેમની,

મુજને સમજાતો નથી આ માનવી,


કોઈ પ્રમાણિક બનવા માંગે છે,

તો કોઈ અપ્રમાણિક દોડ લગાવે છે,

છતાંય અસંતુષ્ટ છે આ માનવી,

મુજને સમજાતો નથી આ માનવી,


કોઈ પ્રેમમાં તરબતર બને છે,

તો કોઈ બેવફાઈનો ભોગ બને છે,

મતલબી બન્યો છે આ માનવી,

મુજને સમજાતો નથી આ માનવી,


કોઈ પાખંડી બનીને પૂજાય છે, 

તો કોઈ ગુનાખોરીમાં ફસાય છે,

"મુરલી" સુધરતો નથી આ માનવી,

મુજને સમજાતો નથી આ માનવી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational