જીવનની ઉડાન
જીવનની ઉડાન
જીવનના આ ગગનમાં માનવ,
મસ્તીમાં પતંગ બની લહેરાય છે,
આશાની દોરી બાંધીને માનવ,
સુખ દુઃખના ઠુમકા ખાય છે,
છળ કપટની ઉડાનમાં માનવ,
રંગીન માયાજાળમાં ફસાય છે,
ઈર્ષાની દોરીના ધર્ષણમાં માનવ,
નફરતનો ભોગ બની ઘવાય છે,
કપાઈને લહેરાતી હવામાં માનવ,
લૂંટફાટમાં તબાહ થઈ જાય છે,
કોઈ પ્રેમાળ દિલમાં વસીને માનવ,
સુખના આશ્રયમાં લહેરાય છે,
રંગબેરંગી આ દુનિયામાં માનવ,
લાલચથી ગગનમાં લહેરાય છે,
ગુમાનની દોરીથી કપાઈ "મુરલી"
જીવનમાં પાયમાલ થઈ જાય છે.
