રહસ્યમય સ્ત્રી
રહસ્યમય સ્ત્રી
હોય હૈયે પીડા તોયે હોઠે સ્મિત રાખે છે,
નફરત કરનાર માટે પણ એ પ્રીત રાખે છે,
સૌની પોતાના કરતા વધારે ફિકર રાખે છે,
પોતાના શોખ, ઈચ્છા હૈયે દબાવીને રાખે છે,
સંતાનની ખુશી માટે ઈશ્વર સાથે લડવાની હિંમત રાખે છે,
હૈયે ત્યાગ અને બલિદાનની ભાવના એ રાખે છે,
ચહેરો એ પોતાનો સદા હસતો રાખે છે,
દુઃખ અને પીડાને સ્મિત પાછળ સંતાડીને રાખે છે,
સંતાનોના ભવિષ્ય ખાતર સંજોગો સામે બાથ ભીડવાની હિંમત રાખે છે,
સંતાનોની ઈચ્છા માટે પોતાની ઈચ્છાઓ મનમાં કેદ કરી રાખે છે,
ઘરની ખુશીઓને એ આબાદ રાખે છે,
કરવા રક્ષણ દુર્ગા સમી હિંમત રાખે છે,
સૌને સુખી સલામત અને આબાદ રાખે છે,
જાતને શમા બનાવી ઘરમાં ઉજાસ રાખે છે.
