STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

જીવન છે એક રમત

જીવન છે એક રમત

1 min
5

આ જિંદગી છે એક રમત,

રમો તમે મનમાં રાખી મમત,

આમ તો મજાની છે રમત,

જ્ઞાન સાથે જો હોય ગમત,


જીતી જવાય આ રમત,

પોતાના લોકોની હોય સંગત !

ખેલમાં હોય પોતાના સંગત,

તો જીવન જાણે લાગે જન્નત !


જીવન છે જાણે એક રમત,

રમો પોતાના લોકોની કરી સંગત,

મળી જાય પોતાનું અંગત,

માગેલી ફળી જાય બધી મન્નત,


જીવન છે જાણે એક રમત,

સારા લોકોની કરો સોબત,

રાખો પોતાના લોકો પ્રત્યે મોબત,

કરી લો તમે ખુદાની ઇબાદત,


મળશે આ ખેલમાં તમને જીત,

ઈશ્વર પ્રત્યે હૈયે રાખો તમે પ્રીત.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational