કોઈના હૈયા પર દસ્તખત કર
કોઈના હૈયા પર દસ્તખત કર
દાગ ના રહે એવી ઉજળી તારી જાત કર,
લોકોના હૈયે સ્થાન પામવા હૈયે ભાત કર,
સુખ દુઃખ તો જિંદગીમાં આવતા જતા રહેશે,
તું એકડે એકથી તારા કામની શરૂઆત કર,
સમયના સ્વભાવ પ્રમાણે એ બદલતો રહેશે,
સમય સાથે તું યોગ્ય રજૂઆત કર,
જીવનની હરેક ક્ષણ અણમોલ, કિંમતી છે,
હરેક પળને તું કિંમતી સોગાત કર,
હૃદયની પીડા, વ્યથાને ગઝલમાં વ્યક્ત કરવા,
ભેગી તું શબ્દોની અદ્ભૂત નાત કર,
પ્રેમ છે કિંમતી ઘરેણું તેને પામી લે,
એને પામવા કોઈના હૈયા પર તું દસ્તખત કર.
