સહારો જોઈએ
સહારો જોઈએ
હૈયાના ભાવને ઉતારવા કાગળનો સહારો જોઈએ,
વરાળને વર્ષા બની ધરા પર ઉતરવા વાદળનો સહારો જોઈએ.
ફૂલોને પણ મોતીની જેમ ચમકવા માટે,
આ ક્ષણભંગુર ઝાકળનો સહારો જોઈએ.
જીવનમાં આવતા દુઃખો તકલીફોને ભૂલવા,
માનવીને કોઈ સ્નેહાળનો સહારો જોઈએ.
જિંદગીની બેંકનું બેલેન્સ સમતોલ રાખવા,
માનવીને લાગણીનાં ભંડોળનો સહારો જોઈએ.
ભૂલવા દુઃખ દર્દ અને તકલીફોને જીવનમાં,
માનવીને કોઈનો સ્પર્શ હૂંફાળો જોઈએ.
