ઉરે ખીલ્યું સપનું હાલ્યું
ઉરે ખીલ્યું સપનું હાલ્યું
ઉરે ખીલ્યું સપનું હાલ્યુંબંધ નયનની પંખે
થોડાં સપનાં ફૂલો જેવાં કોક કંટકી ડંખે
હળવે હૈયે ઝીલો વ્હાલે છીએ અમે રે તમારાં રે જોજો જાય ન નંદવાય નહીં તો રહીશું અધૂરાં
આશાની અજવાળી પૂનમે ઈચ્છા દરિયે ઘૂઘવીએ લૂંટજો લ્હાવો છે મોંઘેરો અળવીતરાં ભલે રમીએ
પવન સરીખું પોત અમારું અણજાણ્યા છે,
સ્ત્રોતો અજંપાના માયા ભંવરમાં ઝંખના વાટડી એ દોટો
શૈશવનાં ઘડવૈયાં નિરાલાં દીવાસ્વપ્નોનાં ધાડાં લટકાળાંને ફોગટમાં પલાણો વણઝારી સોદાગરી ગાડાં
સપનાંની ફૂંદરડી રે વિશ્વ સ્વપ્ન વછોયું દિલ અલૂણું ઘૂમાવે અધૂરપી રે શોણલાં વાહ ! ઓરતાંનું ઘમ્મર વલોણું.
