STORYMIRROR

Nirali Shah

Inspirational

4  

Nirali Shah

Inspirational

ઉજવણી

ઉજવણી

1 min
224

ચાલો ભેગા મળી કરીએ એવી ઉજવણી,

કે થાય જેનાથી નવા સંકલ્પોની વાવણી,


લડાઈમાં કોની હાર ને કોની જીત,

બંધ કરીએ હવે નાહકની પજવણી,


એપ્રિલની શરૂઆતે જ માઝા મૂકી ગરમીએ,

શું હજી પણ નહિ અટકાવો વૃક્ષોની કાપણી ?


શિયાળામાં થાય વર્ષા ને ઉનાળામાં બરફ વર્ષા,

લાગે છે કે કુદરત પણ આપી રહી છે ચેતવણી !


એવા હર્ષોલ્લાસભર્યા વિશ્વનું સપનું જુએ "સ્વસા",

જયાં બધા ભેગા મળી કરે ભાંગડા, ગરબા ને લાવણી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational