STORYMIRROR

Falguni Rathod

Inspirational

4  

Falguni Rathod

Inspirational

ઉજવીએ સાથ

ઉજવીએ સાથ

1 min
279

ચાલ સખી પ્રેમની ઝોળીઓ ભરીએ આજ,

ઉજવણીની નવી જ રીત સૌ ઉજવીએ સાથ !


લોભની ગર્તાને ગરકાવ ઊંડાણમાં કરીએ આજ,

સ્નેહની રંગોળીઓ નવી નવી ભરીએ સાથ !


નાહક મારું તારું જિદ છોડી સહિયારું રમીએ આજ,

ખીલતી કળીઓની ખૂશ્બુની જેમ વસીએ સાથ !


ક્રોધની ખીણને તળિયે જઈ સંતાડીએ આજ,

ઊડતા પતંગાના પગરવને હળવેથી પામીએ સાથ !


દેહ સખી દીધો અનેરો એનો આનંદ માણીએ આજ,

ઉજવણીના રોજ રોજ અમૂલ્ય પ્રસંગ વધાવીએ સાથ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational