STORYMIRROR

Yash Desai

Inspirational Others

3  

Yash Desai

Inspirational Others

ઉજવીએ દિવાળી

ઉજવીએ દિવાળી

1 min
28.1K


કોઈની નિરાશ આંખોમાં,

આશાનો દિપક પ્રગટાવીને,

આંસુઓનું કરી આચમન,

બદલામાં એને સ્મિત ચખાડીને,

ઉજવીએ દિવાળી


કોરી કટ્ટ કોઈની જીવન રંગોળીમાં,

અવનવા રંગો પુરાવીને,

મનના અંધકારને ઓગાળીને,

સૌનાં અંતરમાં ઉજાશ ઝળકાવીને,

ઉજવીએ દિવાળી


આવકારીએ અગવડને હિમ્મતથી,

અવસરમાં એને પલટાવીને,

સાફ કરીને અંતરનાં દોષો,

સ્વચ્છ અભિયાનથી પહેલાં ખુદને,

બદલાવીને ઉજવીએ દિવાળી


વહેંચીએ અનેરું વ્હાલને, સૌનાં ભાગ્યમાં

આનંદ તણું જનધન છલકાવીને

ઉજવલ્લ હોયે સૌનું જીવન આહલેક

એ જ જગાવીને ઉજવીએ દિવાળી


સૌમાટે ભય, દુઃખને નિરાશાની

નોટબંધી ફરમાવીને,

અંતર અર્થવ્યવસ્થા થશે મજબૂત,

સફળતાની નવી નોટો

છપાવીને ઉજવીએ દિવાળી


હોયે મજબૂત તન મન, સૌને સુખમય

આયખાનું આયુષ્યમાન અપાવીને

હુંફાળો રહે એકબીજાનો સંબધ

એવો તો પ્રેમ પરખાવીને ઉજવીએ દિવાળી


બુલંદ ઈરાદાની બુલંદ ઇમારત,

સંપથી સપનાંની ઉંચી મૂર્તિ બંધાવીને

ભલે ને લાંબો હોયે પથ, એકી સાથે વામન ડગલું

વિરાટ તરફ લંબાવીને ઉજવીએ દિવાળી


કોહિનૂરી જીવનને સૌને માટે ખપાવીને

મળે યશ તો એને પણ સૌની વચ્ચે વહેંચાવીને

ઉજવીએ દિવાળી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational