STORYMIRROR

Yash Desai

Inspirational

4.8  

Yash Desai

Inspirational

મારી શુભેચ્છા

મારી શુભેચ્છા

1 min
30.4K


આપની ક્ષણ ક્ષણ મંગલમય હો!

તમારે ત્યાં કણ કણ મંગલમય હો!


હૈયું તમારું સ્નેહ નીતરતું માતૃસમ મમતામય હો!

સદાયે હર-હરિથી આપનું અંતર અમૃતમય હો!


સ્વાસ્થ્ય આપનું સદા યુવાનની જેમ ચેતનમય હો!

તન-મન-ધનથી સદા તત્પર આપનું જીવન જ સેવામય હો!


હરિકૃપાને હરિઈચ્છાએ આપનું જીવન તન્મય હો!

જીવતરની દરેક ક્ષણે આપ સદા આનંદમય હો!


જીવન જંગમાં શત્રુ સામે તમારો ઝળહળતો જય હો!

શત્રુને પણ મિત્ર બનાવતી આપની કળા મંગલમય હો!


આપના આ નુતન પગલે પગલે જગ આખુંયે મંગલમય હો!

મારી શુભેચ્છા છે કે પ્રથમ પ્રયત્ને જ આપની જય હો!


આપની પ્રાર્થનાને પુરુષાર્થ સદા સર્વ-મંગલમય હો!

આપને સફળતાનો યશ મળે બસ! એજ અમારે મન અમારી જય હો!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational