ઇન્દ્ર વિવાહ
ઇન્દ્ર વિવાહ
ચાતક નજરું માંડી એણે ને વાદળો વચ્ચે એ છુપાઈ ગયો!
સંધ્યા ટાણે ગાલોની લાલીમા સાથે એ છવાઈ ગયો!
કેવું હેં ! વર્ષા રાણી આવ્યાને, કેસરીયો શરમાઇ ગયો!
ઝરમર-ઝરમર જાંજર રણકયાને, કેસરીયો સેટ રંગોમાં રંગાઈ ગયો!
નભ આખાયમાં વિજળિયા તારા મંડળથી માંડવો શોભાઈ ગયો!
ગુલાબજળનો છંટકાવ થયો ને, શરૂથી જ પ્રસંગ દીપાઈ ગયો!
વરવધૂનાં હસ્ત મળ્યા ને મંડપ આખોય' મોતીઓથી છલકાઈ ગયો!
ભીની અત્તરની સુવાસથી થયા વધામણાં ને,સોનેરી છબીમાં મલક મઢાઇ ગયો!
ઊભર્યાં હૈયાં, ઉમટ્યા જાનૈયા; અંતરે આનંદ છલકાઈ ગયો!
નવવધૂ ને આવકારવા યશનાં અંતરે લીલોછમ્મ ચંદરવો બંધાઈ ગયો!