Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Yash Desai

Inspirational

4.4  

Yash Desai

Inspirational

આર્તનાદ

આર્તનાદ

1 min
15.7K


ડૂબતી'તી જીવન-મારી નૈયા ત્યારે તારણહાર તમે ક્યાં હતા;

ભવસાગરમાં પડ્યો ત્યારે ઝીલનારા તમે ક્યાં હતા.-----૧


જીવન મહાભારતમાં હાર વેળા એ પાર્થના સારથી તમે ક્યાં હતા;

હવે તો જીવન ઝેર થયું ઝેરના ઝારણહાર તમે ક્યાં હતા.-----૨


મારી અરજ સમે નરસિંહને મીરાંને સંભાળનારા તમે ક્યાં હતા;

મારા આર્તનાદ વખતે દિલના દાતાર તમે ક્યાં હતા.-----૩


દશેરાએ જીવન-ઘોડું દોડાવવા મારા રામ તમે ક્યાં હતા;

ખરી બાજી વખતે ઓલ્યા ભક્તોના ગુલામ તમે ક્યાં હતા.------૪


મલમ લગાડવા આવ્યા પણ યશલું પડ્યો તો ત્યારે ક્યાં હતા;

મારા સુખ દુઃખ ના સાથી ખરા વખતે તમે ક્યાં હતા.-----૫


હવે ફોરમ લેવા આવ્યા પણ ફૂલ હતું ત્યારે ક્યાં હતા;

યશ પુષ્પ મુરઝાતું'તું ત્યારે હે! વનમાળી તમે ક્યાં હતા.----૬



Rate this content
Log in