STORYMIRROR

Yash Desai

Drama Fantasy

5.0  

Yash Desai

Drama Fantasy

વર્ષા નાં વધામણાં

વર્ષા નાં વધામણાં

1 min
8.3K


વરસાદી વાયરા વાયા,

મારા અંતરમાં છાંટણા છંટાયા,

આગ ઝરતા વ્યોમ મૃદંગમાં,

શાંતિનાં સૂરો રેલાયા.......૧


ટાઢું હિમ થયું અંતરમન,

પ્રેમનાં પુષ્પો બિછાયા,

વૈશાખી વાયરાને નાખી,

અરે!! જેઠમાં ઝરમર છંટાયા.....૨


આગ ઓકતા રવિરાજને બાંધવા,

અનિલ-વ્યોમ મેદાને ફંટાયા,

ગ્રીષ્મને વાછંટની ઝંકોરી,

અમૃતનાં છાંટણા છંટાયા.....૩


વર્ષારાણીને આવકારવા,

ઘરે ઘરે લાપસીનાં આંધણ મુકાયા,

જગતાત ને થયો આનંદ,

પરબ્રહ્મને યશનાં વધામણાં દેવાયા.....૪


Rate this content
Log in

Similar gujarati poem from Drama