પ્રાણપ્રતિષ્ઠા
પ્રાણપ્રતિષ્ઠા
1 min
366
જાણે પુરાયે પથ્થરમાં પ્રાણ,
ને કોડે કોડે પૂજાય,
એમ પુરાય શાહી કોરા કાગળીયે,
ને લાગણીઓ જીવંત થાય.
ટાંકણું ને હથોડી સંગ,
પથ્થરમાં રંગોળી પુરાય,
એમ કલમને શાહી સંગ,
મારા શબ્દોની રંગોળી રચાય.
હાથ જોડે કોઈ પથ્થરીયો' માનવી,
ને પળમાં એ પીગળી જાય,
એમ હું પકડું કલમ,
ને શ્યાહી સંગ કાગળ પર હૈયું ઠલવાય.
પુરાયે પ્રાણ ને કાળમીંઢો પણ,
કાળિયો ઠાકર થઈને શાશ્વત થઈ જાય,
એમ કોરા કાગળ પર,
શબ્દોથી યશનો આતમ અમર થાય.
