અતીતથી અલખ સુધી
અતીતથી અલખ સુધી
બંધ થાયે એ પહેલાં ઉઘડે આંખ તોયે ઘણું છે!
બસ તું એક અતીતથી પર થાયે તોયે ઘણું છે!
માન્યું કે અતીતનાં આયખાઓમાં મહાલવાનું ઘણું છે!
પણ આજે તો ખુદને માટે ખુદથી જ લડવાનું ઘણું છે!
કોઈકના હિસાબો ના ઉઘાડ, તારા પર કોઈકની લાગણીઓનું ઋણ ઘણું છે!!
રોકી લે યશ સૌના સ્મિત માટે, એમાં તો વળતર પણ ઘણું છે!
