ઉજવાય છે
ઉજવાય છે
કાગળ ઉપર શબ્દોમાં તું જ છવાય છે,
શાહીમાં બોળી કલમ તું જ લખાય છે,
જરીક જો સ્પર્શ થાય કલમની નોંકનો,
લે સીધા હૃદયની આરપાર જવાય છે,
ઉપસતી આ છાપ હસતાં અક્ષર જેવી,
ગૂંથી લાગણીની ભાત ને દિલ રચાય છે,
મીંચાઈ આંખો એના ખ્વાબ સજાવવા,
પલકો પર આ બારીક રાત પથરાય છે,
શણગારુ શબ્દોને અને શણગારી કલમ,
કાગળ પર ગઝલનો ઉત્સવ ઉજવાય છે.

