ઉજાળે
ઉજાળે
માનવ હવે સફળતાથી નામને ઉજાળે,
કારણ કહું, શહીદીથી ગામને ઉજાળે,
સાચા હતાં સવાલો, પૂછી નથી શકી પણ,
મૂંઝાય મન અને ત્યારે જામને ઉજાળે,
ફૂલો થકી મહેંકે ઉપવન બની જીવન ત્યાં,
સુંગંધનો દરિયો ત્યાં શામને ઉજાળે,
ચૂંથાય છે કળીઓ, આરામ છોડ માનવ,
છોડી લડાઈ ભેગા થઈ હામને ઉજાળે,
આસાન ક્યાં હતું સતયુગી બનીને જીવન,
તકલીફ થાય એમાં પણ રામને ઉજાળે.
