STORYMIRROR

Aghera Ritu

Romance

3  

Aghera Ritu

Romance

ઉડતા ગુલાલમાં

ઉડતા ગુલાલમાં

1 min
437

હમણા તો ડીજે ના અવાજ થી ગુંજતુ હતું

આખુ વાતાવરણ...

એ આવ્યા ને એકાંત થઈ ગયો...

એ ઉડતા ગુલાલમાં...


લાગણીઓ ને પુરાવાની કયાં જરૂર પડે..

કોઈ અજનબી સાથે એ આંખો મળી..

એ આંખોથી ખુલાસા થઈ ગયાં...

એ ઉડતા ગુલાલમાં...


એ ઉડાવે પ્રેમ નો રંગ..

હવે હાથ ઢાલની જેમ થઈ ગયાં...

એ ઉડતા ગુલાલમાં...


એ જાણે ઘાયલ કરી મને...

ખુદ સ્વતંત્ર ફરતા હતા...

આંખોથી પરીચય લેતા લેતા...

થોડું ચાલ્યા તરફ મારી...

એ ઉડતા ગુલાલમાં...


ખબર ના રહીને ...

દિલ ભીંજાઈ ગયું ...

એક નવા ગુલાબી પ્રેમની શરૂઆત થઈ ગઈ...

એ ઉડતા ગુલાલમાં...


નહી ભૂલી શકુ તમને કયારેય...

એજતો દિલ ની દિલ થી વાત થઈ...

તમારીને મારી આ પહેલી મુલાકાત થઈ ગઈ...

એ ઉડતા ગુલાલમાં...


Rate this content
Log in

Similar gujarati poem from Romance