ગુજરાતને તમે તો ગુજરાત બનાવો છો
ગુજરાતને તમે તો ગુજરાત બનાવો છો
ભરી મુઠ્ઠી મીઠાની,
કરી સત્યાગ્રહની શરૂઆત...
આવા ગુજરાતમાં જન્મેલા પિતા તો...
ગુજરાતને બનાવે છે, ગુજરાત...
ભક્તિ, ભગવાનની ભક્ત કરી જાણે...
જેના ભજન, તરસાવે કાન ભગવાનના પણ...
આવા આપણા નરસૈયા જ તો...
ગુજરાતને બનાવે છે, ગુજરાત...
બધે જ થાય છે, દેવોની પૂજા...
માતા સ્વરુપે દેવીઓ હોય છે...
આવી માતાની નવરાત્રિ જ તો,
ગુજરાતને બનાવે છે, ગુજરાત...
ટૂકડાઓમાં વહેંચાયેલા ભારતને કરી બતાવ્યું એક...
એવા ગુલામીના દોર માં કરી એકતાની શરૂઆત...
આવા આપણા લોખંડી પુર
ુષ જ તો...
ગુજરાતને બનાવે છે, ગુજરાત...
મોર નાચે સાવનને જોઈ, એમ
હૈયુ નાચે ગુજરાતી સાહિત્યકારો જોઈ...
એવા જ્ઞાનપિઠ વિજેતા (ઉમાશંકર જોષી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ, રઘુવીર ચૌધરી )તો...
ગુજરાતને બનાવે છે, ગુજરાત...
ફૂલ ખીલી ને કરમાઈ છે, પણ...
મને કસુંબીનો રંગ લગાવે...
એવા "રાષ્ટ્રીય શાયર મેઘાણી" તો...
ગુજરાતને બનાવે છે, ગુજરાત...
સિંહની હુંકાર સ્વરૂપી, દહાડતો ગુજરાતી કહે..
"કુછ દિન તો ગુજારો ગુજરાતમે"..
આવા આપણા "નમો" તો
ગુજરાતને બનાવે છે, ગુજરાત...