શું ખબર કે કેવો મારો પ્રેમ છે
શું ખબર કે કેવો મારો પ્રેમ છે


એ દૂર રહી ને પણ પાસે છે..
એને શું ખબર કે કેવો મારો પ્રેમ છે..
હું ગોતુ છું એની સાથે એક પળ,
પણ એ બીજા સાથે જિંદગી વિતાવે છે..
કોને ખબર છે પ્રેમની આ કેવી રમત છે,
એને શું ખબર કે કેવો મારો પ્રેમ છે..
જો તું નથી તો કંઇ પણ નથી,
ના અંતરે શાંતિ, ના જીવનમાં ઉમંગ..
બસ એ તારી બીજા સાથે ની એ ફોટો,
ના પૂછ શુંં હાલ કરે છે મારો..
એને શું ખબર કે કેવો મારો પ્રેમ છે..
તું ખુશ રે..બીજા ની પ્રેમમાં,
હું તો ખુશ છુંં તારા વહેમમાં..
આતો છે કુરબાન દિલ ની કહાની, યારો
બસ એને કોઈ કહી દો કે કેવો મારો પ્રેમ છે..