કયાં ખબર છે કે
કયાં ખબર છે કે
શરમથી મુખ છૂપાવીને..
શ્વાસથી શ્વાસ મળ્યા હતા..
આ પ્રેમના સાગરમાં...
તોફાનને કયાં ખબર છે કે સાગરની સાથે તબાહી પણ હોય છે.
આંખોથી આંખો મળી ને..
દિલ થી દિલ ધબકયાં હતા...
આ જીવનના બગીચામાં...
સુગંધ ને કયાં ખબર છે કે ફૂલોની સાથે કાંટા પણ હોય છે.
પોતાના પ્રિયતમ રુપ..
પ્રેમ બની તમે મળ્યા હતાં...
મુજ પાગલના જીવન માં...
પ્રેમ ને કયાં ખબર છે કે પ્રેમી સાથે તેની બેવફા પણ હોય છે.