મારી આઝાદી
મારી આઝાદી


આઝાદી પહેલાંનું ભારત પૂછે આજના ભારતને,
એવું છે શું તારી પાસે જે નથી મારી પાસે,
આજનું ભારત કહે,' શું કહું યાર તને!'
મારી પાસે ભણવા માટે તરસતી છોકરીઓ છે, શું તારી પાસે છે ?
મારી પાસે બેરોજગારીથી તડપતા છોકરાઓ છે, શું છે તારી પાસે ?
મારી પાસે ગર્ભમાં જ મારી નાંખતા લોકો છે શું તારી પાસે છે ?
મારી પાસે પુત્રી મોડીરાત્રે ના આવે એવી ચિંતા કરતી માતા છે, શું તારી પાસે છે ?
મારી પાસે ઈજ્જત ઉતરતી બહેન/દીકરીઓ છે, શું તારી પાસે છે ?
મારી પાસે માહામારીથી માસ્કની પાછળ ચહેરા છૂપાવતા માણસો છે, શું તારી પાસે છે ?
મારી પાસે પી.પી.ઈ. કિટમાં પરસેવાથી રેબઝેબ થઇ કામ કરતા નર્સનો અનાદર કરતા વ્યક્તિ છે, શું તારી પાસે છે ?
મારી પાસે, શું ખરેખર હું આઝાદ છે ? એ પ્રશ્ન છે, શું તારી પાસે છે ?
આજે પણ આઝાદી પછી પણ આઝાદી માટેની તડપ છે, શું તારી પાસે છે ?