મારા દિલને
મારા દિલને


તમે પાસે તો નથી,
છતાં તમારી સાથે રહેવાની
....આદત છે મારા દિલ ને...
તમે કશું બોલતા પણ નથી,
છતાં રોજ તમને સાંભળવાની
....આદત છે મારા દિલ ને...
મારી કવિતા તમે નહીં વાંચો
છતાં કવિતામાં તમને લખવાની
....આદત છે મારા દિલ ને...
મળો છો ક્યાં તમ મને,
છતાં બંધ આંખે તમને જોવાની
....આદત છે મારા દિલ ને...
જાણું છું તમે મારા નથી,
છતાં તમારી બની રહેવાની
....આદત છે મારા દિલ ને...
તમે લખતા નથી કશું મારા માટે,
છતાં તમને વાંચવાની
....આદત છે મારા દિલ ને...
તમે ક્યાં સાંભળો છો કશું,
છતાં તમને બધું કહેવાની
....આદત છે મારા દિલ ને...
જાણું છું તમે ક્યારેય નહીં આવો,
છતાં તમારી રાહ જોવાની
....આદત છે મારા દિલ ને...
જાણું છું બધું છતાં ચાહું છું તમને,
જાણીજોઈને અજાણ બનવાની
....આદત છે મારા દિલ ને...
નસીબમાં નથી તમે,
છતાં પ્રાર્થનામાં તમને માંગવાની
....આદત છે મારા દિલ ને...
તમે નથી મારા જીવનમાં, ખબર છે
પણ તામારી સાથે જીવવાની
....આદત છે મારા દિલ ને...