STORYMIRROR

Heena Pandya (ખુશી)

Inspirational

4  

Heena Pandya (ખુશી)

Inspirational

ઉડાનો ભરી લઉ

ઉડાનો ભરી લઉ

1 min
367


ઉડવા મને કહો તો ઉડાનો ભરી લઉં.

કરવા ને પાર આભલું પાંખે ફરી લઉં.


બંદી બની ચુકી છું હું જંજીર માં અને,

છટકી જવાં અનેક તિરાડો કરી લઉં.


એ ઉંબરે કરાર મળે છે મને જુઓ,

છો ને પછી હજાર કમાડે સરી લઉં.


છે સંગ વાયરો એ કિનારે જવાં હવે,

આ એ જ તો છે લાગ સમુંદર તરી લઉં.


'ને નીકળી ચુકી ઘણું પામી જવાં તને,

ફોગટ કર્યા કરે છે એ ચિંતા હરી લઉં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational