ઉદાસી
ઉદાસી
મળે જો મિત્ર અનેરા જગમાં
જીવનમાં થાય સદા અજવાળા
મિત્રો વિના જીવનમાં સદા રહે ઉદાસી,
પળપળની જિંદગી બને મધુરી
બાળપણની મળે જો દોસ્તી પ્યારી
મિત્રો વિના જીવનમાં સદા રહે ઉદાસી,
ટેન્શનના હોય ભલે ને ઢગલાં
મિત્રો સંગ આગળ વધે ડગલાં
મિત્રો વિના જીવનમાં સદા રહે ઉદાસી,
વીજળીના થાય ભલે ચમકારા
મિત્રો સાથે જગમાં રહે ઉજિયારા
મિત્રો વિના જીવનમાં સદા રહે ઉદાસી,
કોલેજ જીવનના દિવસો અધુરા
મિત્રો જીવનમાં ન હોય મધુરા
મિત્રો વિના જીવનમાં સદા રહે ઉદાસી.
