STORYMIRROR

ASHOK PETHANI 'SNEHI'

Romance

4  

ASHOK PETHANI 'SNEHI'

Romance

ત્યારે મળીશું

ત્યારે મળીશું

1 min
227

જ્યારે કદર થશે અમારી ત્યારે મળીશું

જ્યારે દિલ જાશો હારી ત્યારે મળીશું,


અમે તો કાયમ માટે તમારા જ તો હતા

હવે તું થશે જ્યારે મારી ત્યારે મળીશું,


ઘાયલ તો અમે પહેલેથી જ થયા છીએ

હવે તમે ખાશો પ્રેમ કટારી ત્યારે મળીશું,


પ્રેમસાગરમાં આજે પણ ડૂબી રહ્યા છીએ

તમે જ્યારે લેશો ઉગારી હવે ત્યારે મળીશું,


'સ્નેહી' ના થઈ રહેવું છે ખાંડાધાર સમાન

તમે હા કહેશો વિચારી હવે ત્યારે મળીશું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance