તવ યાદોનું આંજણ
તવ યાદોનું આંજણ
તવ યાદોનું આંજણ કરી, અનિમેષ નયન જાગે છે,
કહે તારક! મને જગાડી શું તે ઊંઘે છે?
તવ વિયોગની વિષાદમાં, નિરંતર આ આંખો ચૂવે છે.
કહે અંબુધર! મને તડપાવી શું તે રુએ છે?
તવ પ્રેમની કલ્પનામાં, દિલ અવિરત ખોવાયે છે.
કહે દર્પણ! યાદોમાં ઝબોળી શું તે ખુએ છે?
દૂર રહીને પણ મને વણથંબ તે સતાવે છે,
કહે ચંદા! મને રડાવી શું તે હસે છે?
ક્યાં હશે? કેવી હશે? સદૈવ ફિકર સતાવે છે,
પ્રશાંત, બની પ્રેમમાં અંધ સર્વત્ર તેને ખોળે છે!