તૂટી ઈચ્છાઓ
તૂટી ઈચ્છાઓ


ગયું છૂટી આજ ઈચ્છારૂપી વિમાન કરમાંથી,
બસ રહી ગયો મારો હાથ ખાલી અધુરપથી.
છૂટ્યું આજ ફરી બાણ ધનુની પણછમાંથી,
બસ ચૂકી ગયું નિશાન ખાલી નજરદોષથી.
ગઈ ફંગોળાઈ મુજ લાગણી આ ઉરમાંથી,
બસ રહી ગયો વસવસો ખોટા સ્વપ્નદર્શથી.
થઈ તિરાડ સચ્ચાઈના અરીસે અવિશ્વાસથી,
બસ રહી ગઈ એકલી કલ્પના જૂઠા ભ્રમથી.
ગયું છૂટી આજ ઈચ્છારૂપી વિમાન કરમાંથી,
બસ રહી ગયો મારો હાથ ખાલી અધુરપથી.