તૂટેલ દિલ
તૂટેલ દિલ
દિલની ધડકન તારી પ્રીતની દિવાની હતી,
બસ સાંજ ઢળે ને એમાં તારી કહાની હતી.
મીઠડી વાતોમાં તારી મારી જુબાની હતી,
પ્રેમતણા બાગોની મહેંકી ફૂલવારી હતી.
પળને બાંધીને રાખવાની હા ખુમારી હતી,
જોજન દૂર રહીને પણ મનડાંની જીત હતી.
સમયના વહેણમાં અધૂરપની ગંધ હતી,
નિકટથી પરે જઈને ખામોશી ભરપૂર હતી.
હાથોમાં હાથ છોડી કોઈ લત જરૂર હતી,
તૂટેલ દિલ પર પડી તિરાડોની ખીણ હતી.

