તું
તું
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
164
શું છે મહત્વ?
આ જીવનના શ્વાસ
કે પછી આખું જીવન જ..
ભલે આ માનવું મારું હોય
પણ જે છે એ તદન ખરું જ છે.
શ્વાસ લે છે, પાંગરે છે, વિસ્તરે છે
ઝૂમી ઉઠે છે, અરે! ઉદાસ પણ થાય છે,
ફક્ત અને ફક્ત પ્રદક્ષિણા ફરે છે
તારી જ આજુ બાજુ જ તો...
એટલે જ તો જીવન છે
હા તું અને ફક્ત તું.