STORYMIRROR

Kajal Henia

Romance Inspirational Classics

5.0  

Kajal Henia

Romance Inspirational Classics

તું

તું

1 min
25.1K


છે તું શત્રુ તો સામી છાતી અે પડકાર અને પછી,

મિત્રતાનો હોય કોઈ પર્યાય તો બતાવ.

તરખાટ તોછડાં શબ્દોમાં સમજાય અેમ નથી,

હોય કોઈ શેરશાયરીની સમજ તો જતાવ.

સાવ ઝીણાંઝીણાં ફોરાંમાં તો માત્ર ભીનું થવાય,

વરસી શકે તો વરસી નેવાંધાર ભીંજવી અમને બતાવ.

એક અધુરી કાં રહે કથા સમજણના અભાવે, 

અભ્યાસ અવસરનો કરી હવે વાર્તા તું પતાવ.

અામ દુરથી થાય કાંકરીયારો શાને દોસ્ત, 

હોય હિંમત તો હ્રદય મહીં રહી અમને સતાવ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance