Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiten Patel

Romance Inspirational

4  

Hiten Patel

Romance Inspirational

તું

તું

1 min
411


હૃદય ચીરું તો તું નીકળે, 

કાં મારા પ્રેમની પરીક્ષા કરે ? 


ફરી ફરીને ના શોધ મને, 

તારા દિલમાં મારું સરનામું મળે !


સવાર સાંજ તું મારામાં છે કેમકે -

તારા શ્વાસની અવર જવરથી દિલ ધડકે !


આમ ખોબો ધરીને ના માંગ પ્રેમ, 

આભ જેવડું હૃદય પણ નાનું પડે !


તારા વિરહનું દર્દ કેમ જીરવવું, 

આટલા વર્ષોના સાથ પછી ના આવડે !


તારા અસ્તિત્વને મારામાં જો 

તને શોધવાની જરૂર ના પડે. 


તું ચાલ મારી સંગાથ હાથ પકડી, 

હજારો વેદનાઓમાં જિંદગી જીવવી ગમે !


હમણાં જ આવું છું કહીને ગયા પછી, 

પળનો વિલંબ કરાવે તે ના ગમે. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance