STORYMIRROR

Minakshi Jagtap

Inspirational

4  

Minakshi Jagtap

Inspirational

તું સર્જનહાર મારી

તું સર્જનહાર મારી

1 min
296

માતૃભાવનું પવિત્ર ઝરણું નિત્ય નવનીત વહેતું

અવિરત જાણે હૃદય ખૂણેથી વહ્યા કરતું


અવર્ણનીય હેત જેનું નથી સમ તુજ માતા

ઈશની મુરત તું , ગુણગાન સૌ તારું ગાતા


લાડકવાયો હું તારો છું તું સર્જનહાર મારી

અકલ્પનીય ચમત્કારી આશિષની શક્તિ તારી


આ જગતમાં તારાં જેવી મુરત નથી કોઈ

સૃષ્ટિ પણ લાજે તુજ વિશાલ હૃદયને જોઈ


તારાં અશ્રુઓની કિંમત ચૂકવી શકાય ના તેવી

ધન્ય ધન્ય જગત જનની મમતા પર જાઉં મોહી 


ત્યાગ મહત્તી હે માવાલડી ધરા ધરાએ ગુંજે

અસંખ્ય જીવોની આ કુદરત તારી જાતને પૂજે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational