તું સંગ હોય તો હર ક્ષણ પ્રસંગ
તું સંગ હોય તો હર ક્ષણ પ્રસંગ
તારા આગમને મહેકે મારું અંગ અંગ,
તારો સંગ એ જ મારા માટે તો છે પ્રસંગ,
તુજ મારો સાથ ને તુજ મારો સથવારો,
જરા સંગે વીતાવવો મારે હરેક જન્મારો,
તું હોય સંગ તો લાગે હરેક ક્ષણ પ્રંસંગ,
તારા સંગે જીતી લઈશ જિંદગીની જંગ,
તે પૂર્યા મારા જીવનમાં મેઘધનુષ્યના રંગ,
તારા થકી જ છે આ દિલમાં જીવન માટે ઉમંગ,
તારા સંગે બદલાયા જીવનના રંગ ઢંગ,
સાથ જોઈ આપણો દુનિયા રહી ગઈ દંગ.

