Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Rohit Prajapati

Romance

5.0  

Rohit Prajapati

Romance

તું સમજને મારી ભાષા

તું સમજને મારી ભાષા

1 min
209



તું સમજને મારી આંખોની ભાષા..!!

અથાગ સાગર સમાયો એમાં એ પરિભાષા...


તું સમજને મારા મૌનની ભાષા..!!

તારી દરેક વાતનો એમાં સ્વીકાર એ પરિભાષા...


તું સમજને મારી ધડકનની ભાષા..!!

દરેક પળ તારા માટે ધડકે એ પરિભાષા...


તું સમજને બીડેલા અધરની ભાષા..!!

તારા અધરમાં રોકાયા શ્વાસ એ પરિભાષા...


તું સમજને મારા રુહની ભાષા..!!

તારામાં જ મારો મોક્ષ છુપાયો એ પરિભાષા...


તું સમજને કે...

તું જ મારું જીવન, તું જ મારા જીવનની અભિલાષા,

બસ આજ મારા હૃદયની ભાષા, આ જ લાગણીની પરિભાષા...


*****

સદા ખુશ રહો...

સદા જીવંત રહો...

જય શ્રી કૃષ્ણ...


Rate this content
Log in