STORYMIRROR

Sapana Vijapura

Drama

3  

Sapana Vijapura

Drama

તું નહીં સમજે

તું નહીં સમજે

1 min
302

વ્યાકુળતા મારાં દિલની તું નહીં સમજે,

વિહ્વળતા મારાં દિલની તું નહીં સમજે.


મળ્યા હતા જ્યાં બે હ્રદયો મદહોશીમાં,

અસ્થિરતા તે સ્થળની તું નહીં સમજે.


સાગર સુધી પહોંચ્યા નહીં, સૂકાયા વચ્ચે,

વ્યથા સરીતાના જળની તું નહીં સમજે.


એકલો પડ્યો એ તારા ગાલ ઉપર,

એકલતા તારા તલની તું નહીં સમજે.


જેટલો સ્નેહ દિલમાં છે, ન વરસી શક્યો,

તૃષ્ણા તે વાદળની તું નહીં સમજે.


છૂટ્યા'તા હાથમાંથી હાથ આપણાં,

વેદના એ પળની તું નહીં સમજે.


તૂટ્યું વિશ્વાસનું વાંસણ, હતું કાંચનું,

ખૂંચે કરચો છળની તું નહીં સમજે.


મળીશ ક્યારે? નો શો જવાબ આપું તને,

વેદના આ સવાલની તું નહીં સમજે.


સાથ આપણો આટલો જ હતો વહાલમ,

પીડા આ પાગલની તું નહીં સમજે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama