STORYMIRROR

Arjun Gadhiya

Inspirational Others

4  

Arjun Gadhiya

Inspirational Others

તું મને હિંદમાત

તું મને હિંદમાત

1 min
198

તું મને હિંદ માત થોડા ધબકાર આપી દે,

શત્રુને હરાવવા શ્વાસ ઉધાર આપી દે.


હું મરું પણ સીમાડે ઉભા છે હજી દુશ્મન,

કાઢવું છે બસ મારે એનું જ નિકંદન.


આખરી ઈચ્છામાં થોડાં તું પ્રાણ આપી દે,

શત્રુને હરાવવા શ્વાસ ઉધાર આપી દે.


આ ઘડીની જોઈ રાહ મેં હરકદમ,

તારે કાજ મરવાની ઝંખના સેવી મેં હરદમ.


પણ મૃત્યુ પહેલાં વિજયનાં તું વરદાન આપી દે,

શત્રુને હરાવવા શ્વાસ ઉધાર આપી દે.


જાણું છું જીવનની વધી જશે થોડી ક્ષણ,

આવતે જન્મે ચૂકવી દઈશ છે મારૂં વચન.


'અર્જુને’ લખેલ ઈચ્છાને મારી તું આકાર આપી દે,

શત્રુને હરાવવા શ્વાસ ઉધાર આપી દે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational