તું મારા હૈયે છવાય છે
તું મારા હૈયે છવાય છે
પ્રેમના પુષ્પો ક્યાં કદી કરમાય છે !
એ તો તારા સ્પર્શથી ખીલી જાય છે,
ક્યાં જરૂરત છે મને તારા શબ્દોની !
તોરા મૌનથી સઘળું સમજાય છે,
ઉદાસી સ્પર્શ પણ નથી કરી શકતી,
તારી ઝલકથી હૈયું મારું હરખાય છે,
તારું મારું અસ્તિત્વ અલગ ક્યાં છે !
ધડકન બનીને તું મારામાં સમાય છે !
તારા સિવાય ક્યાં કશું નજરે ચડે !
બસ તું જ મારા હૈયે છવાય છે,
પરાજિત થવાનો કોઈ ડર નથી,
તારું હૈયું મારાથી જીતાય છે,
સૌથી ધનવાન છું હું જગતમાં,
તારો પ્રેમ આંખોથી છલકાય છે,
વૈદ્ય, હકીમોની જરૂર નથી મને હવે,
તારી મુલાકાતથી મુખડું મલકાય છે.

