STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Action Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Action Inspirational

તું જીવી લે

તું જીવી લે

1 min
164

જો મળ્યો છે મનખા અવતાર

તો જીવી લે,

કાલની કોને ખબર છે, મળી જે ક્ષણો આજે એમાં મોજ કરી લે,


જે ના મળ્યું એનો અફસોસ કરવાને બદલે,

જે મળ્યું છે એને તું માણી લે,

તારી જાતને જાણી લે,

ખુદને પિછાણી લે,

આ લાગણી હૃદયમાં ધરબીને જીવવાનો શું અર્થ ?

આમ તારી સુષુપ્ત લાગણીઓને જગાડી દે,

હૃદયમાં સંબંધનો છોડ ઉગાડી દે,


સપનાંઓને શા માટે કર્યા તે મુઠ્ઠીમાં કેદ ?

તારા સપનાંઓને પાંખો આપી વિશાળ ગગનમાં ઊડવા દે,

સપનાંઓને એક નવી દિશા આપી દે,


સગપણનાં બારણાં ખોલી,

બહાર ઊભેલી લાગણીને અંદર પ્રવેશવા દે,

હૃદયના બાગને પૂર્ણ મહેક આપી દે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Action