તું જ તું
તું જ તું
1 min
59
મારા મન માં છે તું, તન માં છે તું,
હૃદયમાં પણ તું ને મારો આત્મા પણ તું,
સમુદ્રમાં ઉછળતી લહેરો પણ તું,
પહાડોથી વહેતા ઝરણાં પણ તું,
પ્રકૃતિની ચારે દિશામાં તું, દરેક સુંદર દ્રશ્યમાં તું,
કુદરતનો કરિશ્મા છે તું ને ઈશ્વરે આપેલું વરદાન પણ તું,
મારા જીવનની કડી છો તું, મારી સોહામણી રાત પણ તું,
મારો ઉગતો દિવસ પણ તું ને મારી શમી સાંજ પણ તું,
તુજ મારો શ્વાસ તું જ મારી અધૂરી પ્યાસ,
મારી આંખોથી જોનારી તું ને મારા રોમ રોમમાં વસ્તી તું જ તું.