STORYMIRROR

Heena Pandya (ખુશી)

Romance

3  

Heena Pandya (ખુશી)

Romance

તું હવે રોકાઈ જા'ને

તું હવે રોકાઈ જા'ને

1 min
333

તું હવે રોકાઈ જા'ને સભ્ય થઇ પરિવારની,

વાટ જો જોવી પડે છે સોમથી રવિવારની.


નિકળે મંદિર જવા તાક્યા કરું છું ક્યારનો,

ક્યાં લગી જોયા કરું હું રાહ મંગળવારની.


બે વખત આજે નજર સામે મિલાવી તો ફળી,

માનતા માની હતી મેં બેવડા બુધવારની.


આમ તો તું રોજ દેખાઈ જતી હો છત ઉપર,

આભ સાથે વાત કરતી જોઇ પહેલી વારની.


યાદ તાજી હું કરું વરસી ગયું જ્યારે ગગન,

જો "ખુશી" હેલી થઈ કે મહેર છે શનિવારની.


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar gujarati poem from Romance