તું ગમે
તું ગમે
મને દિલથી તું ગમે, તારામાં રહેવાનું ગમે,
તું અને હું શુ જાણીએ કે, પ્રેમ કરવો કેમ ગમે !
હાસ્ય બનીને મરકે તું મારા ચહેરા પર,
તને શુ ખબર કે તારું ધડકવું કેમ ગમે !
જીવન એક પ્રશ્ન છે બહુ મોટો,
તારું હર એક જવાબ બનવું મને કેમ ગમે !
દરિયો પાર કરું તરીને, કે પછી ડુબી જાવ તારામાં,
ઘૂઘવતા હલેસા પર તારું હોડી થવું પણ કેમ ગમે !
ઠંડો ચાંદો હંમેશા દેખાયા કરે તારી આંખોમાં,
તારું વિજળી માફક મારી પર ત્રાટકવું કેમ ગમે !
થાકી ગયો છું દુનિયાની ભ્રમની જાળમાં,
આરામથી આવી જાને કને, તો તારો વિસામો કેમ ગમે !
બસ આનાથી વધારે શુ ગમે ગિરી તને,
કારણ કે, હર એક કારણમાં માત્રને માત્ર એજ તને કેમ ગમે !

