Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nikita Panchal

Romance

3  

Nikita Panchal

Romance

તું એટલે

તું એટલે

1 min
333


તું એટલે મારી આંખોમાં આંજેલું કાજળ

તું એટલે મારા ગુલાબી હોઠોની લાલી,


તું એટલે મારા ગાલ પરનું ખંજન

તું એટલે મારા નાક પર ઝૂલતી નથણી,


તું એટલે મારા કાનનાં કુંદન

તું એટલે મારા હૃદયે હિલોળા લેતો હાર,


તું એટલે મારી પાયલનો ઝણકાર

તું એટલે મારી મુસ્કાનની વજહ,


તું એટલે મારા રડવાનું કારણ

તું એટલે મુજમાં તું તુજમાં હું,


તું એટલે મારામાં મારા હોવાનો અહેસાસ

તું એટલે ભરપૂર મુજમાં સમાયો છે,


તું એટલે તારા વિના અધૂરી રહી હું

તું એટલે મારી આજ તું તું જ મારી કાલ છે,


તું એટલે જ મારું ભૂત તું જ મારું ભવિષ્ય

તું એટલે મારા મીઠાં મધુર શમણાં,


તું એટલે જ તું જ તારા સિવાય મારું કંઈ નહીં

તું એટલે બધે જ તું તો હું ક્યાં

તું એટલે નિક્સનો પાગલ તો નિક્સ તારી પાગલપ્રેમી !


Rate this content
Log in

Similar gujarati poem from Romance