તું છે
તું છે
મારી યાદોમાં તું છે; મારી વાતોમાં તું છે,
મારી આ પ્રેમ ભરેલી આંખોમાં તું છે,
મિલન માટે આતુર મનની ફરીયાદોમાં તું છે,
સોહામણા સ્વપ્ન ભરી અનંત રાતોમાં તું છે,
વીજ ચમકારા 'ને મુશળધાર વરસાદમાં તું છે,
ઠંડી સવારની બુંદ બુંદ બાઝેલી ઝાકળમાં તું છે,
નીલ ગગન 'ને 'કોમળ' ભૂરા વાદળમાં તું છે,
બગીચાના રંગબેરંગી ફૂલોની ખુશ્બૂમાં તું છે,
મારી સારી-નરસી બેફિકર હરકતોમાં તું છે,
નાની મોટી દરેક અવળી આદતોમાં તું છે,
તું સમજી લે ને હવે મારી લાગણીઓને
સાચેજ મારા દિલની અનંત ધડકનોમાં તું છે.
