તું ચાલ્યો જા
તું ચાલ્યો જા
તું ચાલ્યો જા,
અહીં કશુંય નહીં મળે,
તું ચાલ્યો જા,
કોઈ દિલમાં નહીં ભળે,
તું ચાલ્યો જા,
સ્વાર્થના સગા છે અહીં બધા,
વગર આશાએ કોઈ નહીં પડે,
તું ચાલ્યો જા,
ખોટા દેખાડા છે અહીં વાહલા,
અને એ ભવિષ્યમાં ખરેખર નડે,
તું ચાલ્યો જા,
પ્યારની આશાઓ હવે છોડી દે,
વાહલા તને અહીંયા નહીં જડે,
તું ચાલ્યો જા,
આ રણમાં તું ક્યાં ભીનાશ શોધે,
ઝાંઝવાનું જળ જે પળેપળ છડે,
તું ચાલ્યો જા,
સાવ ઢોલ જેવા લોકો છે અહીં,
આમાં નક્કર કાંઈ નહીં ખખડે,
તું ચાલ્યો જા,
અહીં કશુંય નહીં મળે,
તું ચાલ્યો જા,
કોઈ દિલમાં નહીં ભળે,
તું ચાલ્યો જા.