STORYMIRROR

Rohit Prajapati

Romance Others

4  

Rohit Prajapati

Romance Others

તું અને હું

તું અને હું

1 min
338

પ્રકાશિત રહ્યો અંદરથી હું,

જ્યારથી સર્જાતી રહી મારામાં તું,

પ્રગાઢ આલિંગનમા જકડી હતી,

જાણે તું મોતી ને તારો છીપ હું.


વિસ્તરતી રહી ને થતી રહી,

અણમોલ મારામાં રહી તું,

એકમેકના સાથમાં જીવ ભળ્યો,

ને તારામાં ભળ્યો હું.


લાગણીના વહેણમાં થતો રહ્યો સવાલ,

શું જીવી શકીશ મારા વિના તું ?

ને પછી મોજા વિનાના દરિયાની જેમ

બાકી વધે અસ્તિત્વહીન હું.


ત્યાંજ હૃદયનાં છીપમાંથી મોતી બની,

પ્રેમની દસ્તક દઈ રહી તું,

જે સાંભળીને તને મારામાં,

સમાવવા અધીરો બન્યો હું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance